Gujarat

જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ અંગે બે સ્થળે દરોડા : કેટરર્સના ધંધાર્થી સહિત બેની અટકાયત

By GS TEAM
26 Jun 20251 min read
TukuTouch Logo
જામનગર શહેરના પોલીસે દારૂ અંગે જુદા જુદા બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને એક કેટરર્સના ધંધાર્થી સહિત બે શખ્સોની ઇંગ્લિશ દારૂ સાથે અટકાયત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ અંગે બે સ્થળે દરોડા : કેટરર્સના ધંધાર્થી સહિત બેની અટકાયત

Jamnagar Liquor Crime : જામનગર શહેરના પોલીસે દારૂ અંગે જુદા જુદા બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને એક કેટરર્સના ધંધાર્થી સહિત બે શખ્સોની ઇંગ્લિશ દારૂ સાથે અટકાયત કરી છે.

 જામનગર શહેરમાં સૌપ્રથમ દરોડો સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પાડ્યો હતો. ત્યાંથી ઇંગ્લિશ દારૂ સાથે જઈ રહેલા રાકેશ નિરંજનભાઇ નામના કેટરર્સના ધંધાર્થીની અટકાયત કરી લઈ તેની પાસેથી ચાર નંગ ઇંગ્લિશ દારૂની બાટલીમાં જથ્થો કબજે કર્યો છે, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

 દારૂ અંગેનો બીજો દરોડો સાંઢિયા પુલ નજીક માધવ બાગ પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી દારૂ સાથે નીકળેલા પરેશ ભીખુભાઈ ચૌહાણની અટકાયત કરી લીધી છે, અને તેની સામે પણ દારૂબંધી ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે.