Gujarat

જામનગરના કડિયાવાડમાં ભાડુઆતના મકાન પર ઇંગલિશ દારૂ અંગે દરોડો : એકની અટકાયત, સપ્લાયરનું નામ ખુલ્યું

By GS TEAM
29 Jul 20251 min read
TukuTouch Logo
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં એક ભાડાના મકાન પર એલસીબીની ટુકડીએ દરોડો પાડી 60 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કડિયાવાડમાં ભાડુઆતના મકાન પર ઇંગલિશ દારૂ અંગે દરોડો : એકની અટકાયત, સપ્લાયરનું નામ ખુલ્યું

Jamnagar Liquor Raid : જામનગરના કડિયાવાડ વિસ્તારમાં એક ભાડાના મકાન પર એલસીબીની ટુકડીએ દરોડો પાડી 60 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે.

જામનગરના કડિયાવાડ વિસ્તારમાં મોટું ફળીમાં મકાન ભાડેથી રાખીને રહેતા હિરેન ઉર્ફે પોપટ પ્રાણલાલ વસાણીના મકાનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી 60 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, તેથી પોલીસે ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે, અને હિરેન પ્રાણલાલ વસાણીની અટકાયત કરી લીધી છે.

 પોલીસની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં કડીયાવાડમાં રહેતા રોહિત ઉર્ફે ગટી જયંતીભાઈ ચાવડાએ સપ્લાય કર્યો હોવાનું જણાવતાં પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.