Get The App

શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા 1 - image


બંને કાંઠે વહેતી સાબરમતી છતાં બેફામ રેતી ખનન

ગેરકાયદે ખનન કરતા કુલ રૃા.૫૯ લાખનો મુદ્દામાલ જપ્તઃખનન કરેલી જગ્યાનું માપ લઇને દંડ ફટકારાશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે સાબરમતી નદીના પટ્ટ વિસ્તારમાં ભૂસ્તર તંત્ર દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ રેડ દરમિયાન એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સહિત કુલ ૫૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી હોવાથી, રેતીના ગેરકાયદે ખનનને રોકવા જિલ્લા કલેક્ટર મેહુલ દવેના નેતૃત્વમાં ભૂસ્તર તંત્રને સતત સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ કચેરીની ટીમે બાતમીના આધારે ગઇકાલે રેડ કરી હતી. જેમાં ગેરકાયદે રેતી ખનન અને તેનું વહન કરતા વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા.ગાંધીનગરના ભૂસ્તર તંત્રની ટીમે મદદનીશ ભૂસ્તરશાીની સૂચનાઓ હેઠળ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં આ રેડ ગઇકાલે બપોરે દોઢ વાગ્યે હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન ગેરકાયદે રેતી ખનન કરતી જેસીબી મશીન અને રેતી ભરેલા ટ્રેક્ટરોને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં સીઝ કરવામાં આવ્યા છે.

જપ્ત કરેલા મશીનોના માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો-૨૦૧૭ હેઠળ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત, ખનન કરાયેલા વિસ્તારની માપણી પણ શરૃ કરવામાં આવી છે જેના આધારે પણ આ વાહનોના માલિકને દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નદીના પટમાંથી ડમ્પરો બેફામ દોડે છે પરંતુ ટ્રેક્ટર ભરીને જતા રેતીચોરોને પકડીને દંડ ફટકારવામાં આવતા કિડીને કોંશનો ડામ જેવો ઘાટ ઘડાયો છે.

Tags :