Gujarat

જામનગરમાં વિશાલ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર દારૂ અંગે દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

By GS TEAM
29 May 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાન પર પાડેલા દરોડા દરમિયાન પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વિશાલ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર દારૂ અંગે દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

Jamnagar Liquor Raid : જામનગર શહેરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાન પર પાડેલા દરોડા દરમિયાન પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

સર્વેલન્સ સ્કોડના સ્ટાફને મળેલી બાતમીના આધારે તીરુપતિ પાર્કના ઢાળિયા પાસે આવેલા વિશાલ પાર્ક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી સોહીલ દિનેશભાઈ સંજોટ (ઉ.વ.28, રહે. વિશાલ પાર્ક, જામનગર)ના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 7 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 3,500ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ), 116(બી) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.