Get The App

નડિયાદમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા ઉપર દરોડો

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા ઉપર દરોડો 1 - image

- સંચાલક દંપતી સામે નડિયાદ ટાઉન પોલીસમાં ગુનો

- પોલીસે રોકડ, મોબાઈલ સહિત અન્ય વાંધાજનક સામગ્રી પણ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

નડિયાદ : નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, શહેરના મહા ગુજરાત નજીક વિસ્તારમાં આવેલા ખેતા તળાવ પાસેના એક કોમ્પ્લેક્સમાં ઓનેસ્ટ સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા દંપતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નડિયાદ ટાઉન પોલીસે બાતમીના આધારે શહેરના ખેતા તળાવ પાસે આવેલા બેવર્લી ઓકડ કોમ્પ્લેક્સના ત્રીજા માળે શોપ નંબર ખ-૩ ૩૦૬માં કાર્યરત ઓનેસ્ટ સ્પામાં દરોડો પાડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ઘનશ્યામ ઉર્ફે મોન્ટુ ઉમેદભાઈ પરમાર અને જેનીફરબેન આ સ્પા સેન્ટરની આડમાં બહારથી યુવતીઓ લાવી દેહવ્યાપારનો વ્યવસાય કરાવતા હતા. 

પોલીસે ઘટનાસ્થળેથી તપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ કબજે કર્યો હતો. આ ઉપરાંત કાઉન્ટર પરથી ૧,૫૦૦ રૂપિયા રોકડા, ગ્રાહકોની વિગતો નોંધવા માટે રાખેલી ડાયરી અને સીપી પ્લસ કંપનીનું ડીવીઆર મળી આવ્યા છે. તેમજ સાહેદ ઓમપુ દ્વારા મળેલા ૨,૫૦૦ રૂપિયા અને અન્ય વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.