તાલાલાના સુરવા ગીર ગામે ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ પર દરોડો
રાજકોટ-ગોંડલ-લોધિકા પંથકના 23 પકડાયા
7 બોટલ શરાબ, 25 મોબાઇલ ફોન, 4 વાહન સહિત રૂા.30 લાખનો મુદમાલ કબજે
આ બનાવ અંગે તાલાલા પોલીસ માંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના સુરવા ગીર-હડમતીયા ગીર ગામે જતાં માર્ગ ઉપર આવેલ એથીઝ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળતા તાલાલા પી.આઈ. તથા પી.એસ.આઈ.એ સ્ટાફ સાથે ફાર્મ હાઉસમાં છાપો માર્યો હતો.પોલીસે દારૂની મહેફિલ ની મજા માણતા રાજકોટ વિસ્તારના ૨૨ શખ્સો તથા મૂળ ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામે રહેતા ફાર્મ હાઉસના સંચાલક દીપ ઘનશ્યામભાઈ દોમડીયા સહિત ૨૩ શખ્સોની ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી.પોલીસે મહેફિલના સ્થળેથી સાત બોટલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ,૨૫ મોબાઈલ,ચાર ફોરવીલ સાથે કુલ રૂ.૪૧ લાખ ૩૦ હજાર ૬૬૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ શખ્સો સામે પ્રોહીબીશન ની વિવિધ કલમો હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનમાં તમામ શખ્સો સામે ગુનો દાખલ કરી પી.આઈ જે.એન ગઢવીએ કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
એથીઝ ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલ શખ્સોની વિગત
સાગર મનોજ ડાભી રે.રાજકોટ, અક્ષીત દિનેશ વેકરીયા રે.પાળ તા.લોધીકા, ઓમ કિશોર ધરડુસીયા રે.રાજકોટ, વિરાજ કિશોર ધરડુસીયા રે.રાજકોટ, પાર્થ પ્રફુલ મારવીયા રે.રાજકોટ, મીત જીતેન્દ્ર સરસરીયા રે.રાજકોટ, વત્સલ ચંદ્રેશ સખીયા રે.દાળીયા તા.ગોંડલ, મંથન અશ્વિન ગોંડલીયા રે.વાડાધારી તા.ગોંડલ, હર્ષ રમેશ પીપળીયા રે.રાજકોટ, પ્રિન્સ અરવિંદ હાપલીયા રે.રાજકોટ, અંચિત રમેશ વેકરીયા રે.રાજકોટ, કુશ હિરેન વસોયા રે.રાજકોટ, નિકુંજ ભવાન ટીલાળા રે.પાળગામ તા.લોધીકા, ફેનિલ મનીષ સોજીત્રા રે.રાજકોટ, મીત શૈલેષ ટીલાળા રે.પાળગામ તા.લોધીકા, જેનિશ મુકેશ ટીલાળા રે.પાળગામ તા.લોધીકા, અભિષેક વિનોદ દોંગા રે.રાજકોટ, મિલન લલીત તંતી રે.પાળગામ તા.લોધીકા, રાજ મુકેશ વસોયા રે.પાળગામ તા.લોધીકા, હર્ષ મનિષ વેકરીયા રે.રાજકોટ, અર્જુન મુકેશ મુંગરા રે.રાજકોટ, બિપીન દેવજી ભલાળા રે.રાજકોટ, દિપ ઘનશ્યામ દોમડીયા રે.હડમતીયા મુળ.ઝુડવડલી તા.ગીર ગઢડા.