તલસટ ગામ નજીક ચાલતા દારૃના અડ્ડા પર રેડ ઃ ત્રણ ઝડપાયા
દારૃની ૧,૧૦૪ બોટલ કબજે ઃ મુખ્ય સૂત્રધાર વોન્ટેડ

વડોદરા,શહેર નજીકના તલસટ ગામે ચાલતા દારૃના અડ્ડા પર પોલીસે રેડ પાડીને ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે.
અટલાદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે, તલસટ ગામની સીમમાં ક્લાઉડ નાઇન બિલ્ડિંગની પાછળ આવેલા ભાલીયાના ખેતરમાં ઝૂંપડાની પાછળ ચાલતા દારૃના અડ્ડા પર પોલીસે રેડ કરતા (૧) વિષ્ણુ અમૃતભાઇ ભાલીયા (રહે. ઓડ વાળું ફળિયું, વડસર ગામ) (૨) રમેશ ઉર્ફે સુરેશભાઇ ઉર્ફે નોન દિનેશભાઇ મારવાડી તથા (૩) રોશન ઉર્ફે કાલુ કોબરા ઠાકોરભાઇ પરમાર (બંને રહે.ગુલાબી વુડાના મકાનમાં, કલાલી) મળી આવ્યા હતા. પોલીસે વિષ્ણુને પૂછતા તેણે જણાવ્યું હતું કે, મારા મામા અર્જુન ઉર્ફે સન્ની પૂનમભાઇ મારવાડી (રહે. ઓરો હાઇટ્સ, વડસર) મારા ખેતરમાં ઝૂંપડાની પાછળ દારૃ સંતાડી વેચાણ કરે છે. જેથી,પોલીસે અર્જુન મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૃની ૧,૧૦૪ બોટલ કિંમત, રૃપિયા ૨.૬૪ લાખ, બે મોબાઇલ ફોન,રોકડા પાંચ હજાર તથા મોેપેડ મળીને કુલ રૃપિયા ૩.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

