Gujarat

ગુજરાત SGST વિભાગના જામનગરના CAને ત્યાં દરોડા, રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ

By GS TEAM
9 Oct 20253 mins read
TukuTouch Logo
ગુજરાત રાજ્ય માલ અને સેવા કર (SGST) વિભાગે જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાને ત્યાં દરોડા પાડીને રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં CAએ બોગસ બિલિંગ નેટવર્ક મારફતે રૂ.100 કરોડથી વધુની કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે. SGST વિભાગે આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત SGST વિભાગના જામનગરના CAને ત્યાં દરોડા, રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ

Jamnagar News : ગુજરાત રાજ્ય માલ અને સેવા કર (SGST) વિભાગે જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાને ત્યાં દરોડા પાડીને રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં CAએ બોગસ બિલિંગ નેટવર્ક મારફતે રૂ.100 કરોડથી વધુની કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે. SGST વિભાગે આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત SGST વિભાગના જામનગરના CAને ત્યાં દરોડા

ખાનગી માહિતીના આધારે તેમજ સતત દેખરેખ પછી, SGST વિભાગ દ્વારા 3 ઓક્ટોબર, 2025ના રોજ રાજ્યભરમાં કુલ 25 સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં BRAHM Associates નામની CA ફર્મની ઓફિસ તેમજ તેના રહેઠાણનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ગુજરાત માલ અને સેવા કર અધિનિયમ, 2017ની જોગવાઈઓ મુજબ રાજ્યની વિવિધ GST કચેરીઓમાંથી બનાવેલી 27 ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

અત્યાર સુધીની તપાસમાં 14 બોગસ પેઢીઓની સંડોવણી બહાર આવી છે. જેમાં આરોપી માલની ફિઝિકલ મુવમેન્ટ વિના ફક્ત ઇન્વોઇસ બનાવીને ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ(ITC)નો દાવો કરતા હતા. સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આવી અનેક પેઢીઓ CA અલ્કેશ પેઢડીયા દ્વારા ચલાવવામાં આવતી હતી. વધુમાં કેટલાક કેસોમાં, ખરેખર અસ્તિત્વ ધરાવતા કરદાતાઓના GSTIN ક્રેડેન્શિયલ્સનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આવા કરદાતાઓએ તપાસમાં જણાવ્યું કે, તેઓ CA અલ્કેશ પેઢડીયા દ્વારા GST Compliance Servicesના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ પછી તમામે આરોપી વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચો: વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભાગનું ચેકિંગ

સમગ્ર મામલે તપાસ કરતાં ખોટા ઇન્વોઇસ અને નાણાકીય રેકોર્ડમાં ગેરરીતિના પુરાવા મળ્યા હતા. જેમાં કેટલાક દસ્તાવેજો, કમ્પ્યુટર અને અન્ય ડિજિટલ સ્ટોરેજ ડીવાઇસીસ જપ્ત કર્યા હતા. કેટલીક પેઢીઓએ વિભાગ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા વેરાકીય જવાબદારીનો સ્વીકાર કરી લાગુ પડતા વ્યાજ તથા દંડ સાથે રકમ ભરપાઇ કરવાની બાહેંધરી આપી છે. 

કેસના મુખ્ય તારણો અને અપડેટ્સ: 

બોગસ ટ્રાન્ઝેક્શન: રૂ.560 કરોડના બોગસ વ્યવહારોની ઓળખ, જેમાં અંદાજિત રૂ.112 કરોડની કરચોરી.

ITC બ્લોકેજ અને એકાઉન્ટ ફ્રીઝિંગ: મળવાપાત્ર ન હોય તેવી રૂ.4.62 કરોડની ITC બ્લોક કરી; બેંક ખાતાઓ ફ્રીઝ કરી રૂ.1 કરોડથી વધુની રકમ સુરક્ષિત કરી.

મિલકતો પર ટાંચ: સરકારી આવકના રક્ષણ માટે આશરે રૂ.36 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો પર તાત્કાલિક ધોરણે ટાંચ મૂકવામાં આવી છે.

વેરાની વસુલાત: કેટલીક પેઢીઓએ વિભાગ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા વેરાકીય જવાબદારીનો સ્વીકારીને લાગુ પડતા વ્યાજ તથા દંડ સાથે રકમ ભરપાઇ કરવાની બાહેંધરી આપી.

કાયદાકીય કાર્યવાહી: તપાસ હેઠળના 25 કરદાતાઓમાંથી 14 બોગસ પેઢીઓ (NGTP)હોવાનું જણાયું છે; સરકારી આવકના રક્ષણ માટે આગળની કાર્યવાહી શરૂ કરી

મુખ્ય આરોપી CA અલ્કેશ પેઢડીયાને અનેક સમન્સ આપવા છતાં, તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયો ન હતો. તેવામાં આરોપી દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુક આઉટ સર્ક્યુલર (LOC) પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે.