Gujarat
બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ
By GS TEAM
13 Jun 20261 min read

વડોદરા,પાણીગેટ ધોબી તળાવ નજીક જુગાર રમાડતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.પોલીસે મોબાઇલ ફોન, રોકડા સહિત કુલ ૩૮,૬૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, પાણીગેટ વિસ્તારની બંધ પડેલી અજબડી મિલ નજીક હુસેન પઠાણ જુગારનો ધંધો ચલાવી રહ્યો છે. જેથી, પોલીસની ટીમે ઉપરોકત સ્થળે જઇને રેડ પાડતા (૧) હુસેનખાન ઉસ્માનખાન પઠાણ (રહે. કલ્યાણનગર સોસાયટી, અજબડી મિલ પાસે, પાણીગેટ) (૨) જમીલ અહેમદભાઇ અનસારી (રહે. મદાર એપાર્ટમેન્ટ,યાકુતપુરા) (૩) ઇસ્તીયાકબેજ અબ્દુલમઝીદભાઇ મિરજા (રહે.મીરઝાબાડ, પેટલાદ, આણંદ) (૪) રાજુ ભયલાલભાઇ બારીયા (રહે.ક્રિષ્ણાનગર, ડભોઇ રોડ) તથા (૫) સંદીપ વસંતભાઇ રાવળ (રહે. સ્લમ ક્વાટર્સ,બાવચાવાડ, પાણીગેટ) ઝડપાઇ ગયા હતા.









