વડોદરામાં ફેમસ જય જલારામ સેવઉસળની દુકાનમાં રેડ, એક સગીરને મુક્ત કરાવ્યો માલિકની અટકાયત
Vadodara : વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા જય જલારામ સેવ ઉસળની દુકાનમાં એન્ટી હ્યુમન ટાફીકિંગ સ્કોડે રેડ કરીને બાળ મજૂરી કરતા એક બાળકને મુક્ત કર્યો હતો. ઉપરાંત દુકાનના માલિકની બાળમજુરી કરાવવા બદલ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નાસતાની દુકાન, હોટલ તથા રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા સગીર બાળકોને નોકરી પર રાખીને તેમની આર્થિક તથા શારીરિક શોષણ કરવામાં આવતુ હોય છે. ત્યારે એએચટીયુની ટીમ આવા વેપારીઓ પર સપાટો બોલાવે છે. ત્યારે 12 જુનના રોજ એએચટીયુની ટીમ વાઘોડિયા રોડ પર પર પેટ્રોલિંગમાં ફરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે પરિવાર ચાર રસ્તા પાસે જશરાજ કોમ્પલેક્ષમાં જય જલારામ સેવઉસળની દુકાનના માલિક દ્વારા સગીર વયના બાળકને નોકરી પર રાખીને બાળ મજુરી કરાવવા સાથે તેમની શોષણ પણ કરવામાં આવે છે. દરમિયાન એએચટીયુની ટીમ દ્વારા જય જલારામ સેવઉસળની દુકાનમાં રેડ કરી તપાસ કરી હતી. ત્યારે એક 15 વર્ષીય સગીર બાળક કામ કરતા મળી આવ્યો હતો. જેથી બાળમજુરી કરાવનાર સંચાલક જયેશ દિપક મકવાણી (રહે.ધરતી ટેનામેન્ટ, વાઘોડિયા રોડ, વડોદરા)ને અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત બાળકને મુક્ત કરાવીને તેના પરિવારનને સુપ્રત કરાયો છે.