વડોદરાના આજવા-વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો
Vadodara Gambling Raid : વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ વિલા રેસીડેન્સીમાં રહેતો હરીશ શ્રીચંદભાઈ દૂસેજા મોબાઈલ પર આંક ફરકનો આંકડાનો જુવાર રમાડતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ઘરમાંથી હરીશ દુસેજા મળી આવ્યો હતો. તેના બેડરૂમના પલંગ પરથી જુગારનો સાહિત્ય મળી આવ્યું હતું.
પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મોબાઈલમાં વોટ્સએપમાં આજે અલગ અલગ 6 વ્યક્તિઓએ આંકડા લખી ફોટા પાડી વોટ્સએપ પર મોકલ્યા છે. પોલીસે ચેટ જોતા જુગારના આંકડા મોકલનાર 6 વ્યક્તિઓના ટૂંકા નામ મોબાઈલ નંબર સાથે મળી આવ્યા હતા. જેમાં (1) પી.સાઈ.ગંગા (2) જી.આર.ન્યુ (3) યુ.જી.ગૌતમગીરી (4) કે.કે.બ્લુ (5) એસ.કે.તથા (6) એ.એન.અગ્રવાલનો સમાવેશ થાય છે. જે તમામને પોલીસે શોધખોળ હાથ ધરી છે જ્યારે પકડાયેલા આરોપી પાસેથી મોબાઇલ અને રોકડા 790 કબજે કરવામાં આવ્યા છે.