Gujarat

સમતા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો

By GS TEAM
15 Jun 20251 min read
સમતા વિસ્તારમાં ચાલતા જુગારધામ  પર દરોડો

 વડોદરા,સમતા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડીને છ જુગારીઓને ઝડપી પાડી ૩૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

  ગોરવા સમતા વિસ્તારમાં  સરદાર પટેલ હાઇટ્સ ટાવર એમ.આઇ.જી. ફ્લેેટમાં એક મકાનમાં કેટલાક લોકો  જુગાર રમી રહ્યા  હોવાની માહિતી લક્ષ્મીપુરા પોલીસને મળી  હતી. જેના આધારે  પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને  રેડ કરતા ૬ જુગારીઓ ૩૮,૨૪૦ રૃપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઇ  ગયા હતા. જેમાં (૧) વિનોદ પ્રકાશભાઇ ગંગવાણી (રહે. ખોડિયાર નગર, સિદ્ધાર્થ પાર્ક) (૨) તેજસ લાલાભાઇ કહાર (રહે.  વારસિયા) (૩) હસમુખ શનાભાઇ પરમાર (રહરે. સમા ગામ) (૪) નાનુભાઇ ચંદ્રસિંહ પટેલ (રહે. નારાયણધામ, ખોડિયાર નગર ચાર  રસ્તા પાસે) (૫) નવસાદ મોહંંમદભાઇ સૈયદ (રહે. આશાપુરા સોસાયટી, આજવા રોડ) તથા (૬) હરીથ ભોગીલાલ  ટેલર (રહે.  પ્રાર્થના ફ્લેટ, વારસિયા) નો સમાવેશ થાય છે.