Gujarat

સાણંદના મારૃફળી વિસ્તારમાં જુગારધામ પર દરોડો, ૧૩ શખ્સની ધરપકડ

By GS TEAM
15 Jul 20252 mins read
સાણંદના મારૃફળી વિસ્તારમાં જુગારધામ પર દરોડો, ૧૩ શખ્સની ધરપકડ

પોલીસે ૨.૧૫ લાખના મુદ્દામાલ સાથે  જુગારીઓને ઝડપી પાડયા

સાણંદ - સાણંદ ટાઉન પોલીસે મારૃફળી વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડીને ૧૩ જુગારીઓને ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી રોકડા રૃ.૧.૭૦ લાખ અને ૯ મોબાઇલ મળી કુલ રૃ. ૨,૧૫,૮૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યોે છે. સાણંદ પોલીસને બાતમી માહિતી મળી હતી કે, સાણંદના નાથાજીના ડહેલાની સામે રહેતા બિપીનભાઇ રઘુભાઇ જાતે દરજી પોતાનાં અગંત લાભ થાય તે હેતુથી બહારથી માણસો બોલાવી પોતાના મકાનમાં તીન-પત્તીનો પૈસા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે રેઇડ કરતા જુગાર રમી રમાડતા ૧૩ શખ્સોેને ઝડપી પાડયા હતા. પોલીસે તમામ શખ્સોની અંગ ઝડતીના તથા દાવના નાણાં રોકડ રૃ.૧,૭૦,૮૧૦, નવ મોબાઇલ કિં.રૃ.૪૫,૦૦૦ મળી કુલ કિં.રૃ.૨,૧૫,૮૧૦ ના મુદામાલ જપ્ત કરી તમામ ૧૩ આરોપીઓને પકડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ

(૧) બિપીનભાઇ રઘુભાઇ દરજી (જુગાર રમી-રમાડનાર, ઉ.વ.૫૦,સાણંદ)

(૨) ઉમેદસિંહ જુવાનસિંહ વાઘેલા (ઉ.વ.૫૫, રહે. રામાવતની ડેલી, ગોધાવી ગામ, તા.સાણંદ)

(૩) હિતેશભાઇ રામજીભાઇ પટેલ (ઉ.વ.૩૨, રહે.જાનીવાસ, સાણંદ)

(૪) જગદિશસિંહ ગોવુભા સિસોદીયા (ઉ.વ.૫૨, રહે.ગોહિલશેરી, સાણંદ)

(૫) અક્ષયભાઇ પંકજભાઇ રાણા (ઉ.વ.૩૧, રહે.કુબેરભાઇની લાટી, સાણંદ)

(૬) શૈલેશભાઇ નટુભાઇ રાણા (ઉ.વ.૪૮, રહે.સાબ્બાવાસ, સાણંદ)

(૭) કનુભાઇ વજુભાઇ ઠાકોર (ઉ.વ.૪૦, રહે.કુબેરભાઇની લાટી, સાણંદ)

(૮) સુરેશકુમાર ભગાલાલ રાણા (ઉ.વ.૩૯, રહે.નાળાની ભાગોળ, સાણંદ)

(૯) નિલેશભાઇ ઉર્ફે લાલો ભરતભાઇ આદેસરા (સોની) (ઉ.વ.૩૬, રહે.હોળી ચકલા, સાણંદ)

(૧૦) ગોપી કનુભાઇ રાણા (ઉ.વ.૨૮ રહે.મોટી ગોલવાડ, સાણંદ)

(૧૧) અલ્લારખાભાઇ બાબુભાઇ ઘાંચી (ઉ.વ.૪૪ રહે.પગીવાસ, સાણંદ)

(૧૨) દિલીપસિંહ મનુભા ઝાલા (ઉ.વ.૫૨, રહે.રાજશેરી, સાણંદ)

(૧૩) અનિરૃધ્ધસિંહ દિલુભા વાઘેલા (ઉ.વ.૪૦, રહે.ગોહિલશેરી, સાણંદ)