Gujarat

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા

By GS TEAM
25 May 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેર પોલીસ દ્વારા કિસનવાડી વિસ્તારની સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા

Vadodara Gambling Raid : વડોદરા શહેર પોલીસ દ્વારા કિસનવાડી વિસ્તારની સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે 

પોલીસની માહિતી મળી હતી કે કિશનવાડી વલ્લભ રેસીડેન્સી પાસે કૃત્રિમ તળાવ નજીક વિજય નામનો આરોપી જુગારધામ ચલાવે છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી (1) વિજયભાઈ શિવરામભાઈ સાળુંકે. (2) રાજેશભાઈ હરિલાલ ઠક્કર, (3) અજય મધુકરભાઈ નળવાને (4) શૈલેષ બબાનરાવ મોરે (5) કિરણભાઈ શશીકાંત નાલાવડે (6) સુનિલ જયદીપભાઈ ઓડ (7) રાકેશ શંકરભાઈ મિસ્ત્રી અને (8) અશોકભાઈ યશવંતરાય પાટીલ સહિત આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, વિવિધ કંપનીના મોબાઇલ ફોન તથા અન્ય સામાન મળી કુલ 53,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.