બોટાદમાં મકાનમાં ચાલતાં જુગારના અખાડા પર દરોડો, 5 ઝડપાયા
- શખ્સ પોતાના ઘરમાં જુગારધામ ચલાવતો હતો
- બોટાદ ટાઉન પોલીસે પટ્ટમાંથી રોકડા રૂપિયા ઉપરાંત 3 મોબાઇલ મળી રૂ. 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોટાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્ત્ત્યારે બાતમી મળી હતી કે,બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલી માધવપાર્ક-૨ સરકારી શાળા નં.૨૪ની પાછળ રહેતો રાજુ ઓધવજીભાઈ મોરી પોતાના કબ્જા ભોગવટા રહેણાકી મકાનમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી ગંજીપત્તના પાના પૈસા વડે તીનપત્તીનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. જેના આધારે બોટાદ ટાઉન પોલીસે દરોડો પાડી અખાડો ચલાવનાર રાજુ ઓધવજીભાઈ મોરી ઉપરાંત સ્થળ પર જુગાર રમવા આવેલાં વિપુલ કાનજીભાઇ વાળા,વિજય પ્રેમજીભાઇ ચાવડાં,ઘનશ્યામ કમાભાઈ રોજાસરા તથા દશરથ રૂપસંગભાઇ મેણીયાને પટમાં પડેલા રોકડા રૂ.૧૦,૨૭૦, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.૨૫,૨૭૦ સાથે આબાદ ઝડપી પાડયા હતા અને તમામની ધરપકડ કરી તેમના વિરૂદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં જુગારધામની કલમ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.