થાનમાં દારૃના કટિંગ સમયે જ એસએમસીનો દરોડો, રૃ.99.97 લાખનો દારૃ જપ્ત

દારૃનો જથ્થો સુદામડા અને કળમદના બુટલેગરે મંગાવ્યો હતો
સ્થળ પરથી આઠ શખ્સ ઝડપાયા, ૧૫ સામે ગુનો ઃ દારૃની ૨૧,૭૯૨ બોટલ, ટ્રક, પીકઅપ, રોકડ સહિત રૃ.૧.૩૬ કરોડનો મુદ્દામાલ કબજે કરાયા
સુરેન્દ્રનગર - ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે થાન બાયપાસ રોડ પર આવેલી એક સીરામીક ફેકટરી પાસે દારૃના કટિંગ સમયે જ દરોડો પાડી દારૃનો જથ્થો સુદામડા અને કળમદના બુટલેગરે મંગાવેલો રૃ.૯૯.૯૭ લાખનો દારૃ ઝડપી પાડયો હતો. પોલીસે સ્થળ પરથી દારૃની ૨૧,૭૯૨ બોટલ, ટ્રક, પીકઅપ, રોકડ સહિત રૃ.૧.૩૬ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી સ્થળ પરથી આઠ શખ્સ ઝડપી ૧૫ સામે ગુનોનો નોંધ્યો હતો.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસ)ની ટીમે થાન શહેરમાં બાયપાસ રોડ પર આવેલી સુપ્રીમ સિરામિક ફેકટરી પાસે ઈંગ્લીશ દારૃના ચાલુ કટિંગ પર રેઈડ કરતા નાસ ભાગ મચી જવા પામી હતી. એસએમસીની ટીમે સ્થળ પરથી ઈંગ્લીશ દારૃની ૨૧,૭૯૨ બોટલ કિં.રૃા.૯૯,૯૭,૯૨૦, ૧-પીકઅપ, ૧-ટ્રક કિંમત રૃા.૩૫ લાખ, ૭-મોબાઈલ કિં.રૃા.૯૫,૦૦૦, રોકડ રૃા.૪૧,૫૦૦ સહિત કુલ રૃા.૧,૩૬,૩૪,૪૨૦ના મુદ્દામાલ સાથે ૮ શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે ઈંગ્લીશ દારૃ મંગાવનાર બે શખ્સો, પીકઅપ વાનનો માલીક, ટ્રક માલીક, ઈંગ્લીશ દારૃ મોકલનાર ટ્રક સોંપનાર અજાણ્યો શખ્સ સહિત ૭ શખ્સોની પણ સંડોવણી બહાર આવી હતી. આથી ઝડપાયેલ ૮ શખ્સો તેમજ હાજર મળી ન આવેલ ૭ શખ્સો સહિત કુલ ૧૫ શખ્સો સામે થાન પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ઝડપાયેલા શખ્સો (૧) અશોકભાઈ દાદુભાઈ ધાંધલ (રહે.થાન), (૨) વિશ્વજીતભાઈ ભરતભાઈ ખાચર (રહે.વેલાળા, તા.થાન), (૩) હુકમરામ હરખારામ શરણ (ટ્રક ચાલક) રહે.આરટા બાડમેર, (૪) રાહુલભાઈ રણજીભાઈ ડાભી (શ્રમીક) રહે.ઉમરડા તા.મુળી, (૫) ખેંગારભાઈ સીંધાભાઈ મુંધવા (રહે.ઉમરડા, તા.મુળી) (૬) રાહુલભાઈ રમેશભાઈ ઉઘરેજા(શ્રમીક) (રહે.વેળાવદર તા.ધ્રાંગધ્રા) (૭) વાસુદેવ રધુભાઈ શ્રવણ(શ્રમીક) (રહે.ઉમરડા તા.મુળી), (૮) કાનાભાઈ મહાદેવભાઈ રૃદાતલા(શ્રમીક) રહે.ઉમરડા તા.મુળી
સાત શખ્સની સંડોવણી ખુલી (૧) રવિભાઈ ઉર્ફે ટીડો ધાંધલ(ઈંગ્લીશ દારૃ મંગાવનાર મુખ્ય આરોપી) રહે.સુદામડા તા.સાયલા) (૨) ઉદયભાઈ દાદભાઈ(ઈંગ્લીશ દારૃ મંગાવનાર મુખ્ય આરોપી) રહે.કળમાદ તા.મુળી (૩) પીકઅપ વાહનનો માલીક (૪) ટ્રકનો માલીક (૫) સુરેન્દ્રસીંગ સુરાશા જાટ (ઈંગ્લીશ દારૃ મોકલનાર) રહે.રાજસ્થાન (૬) ગોપાલભાઈ કમાભાઈ ખાંભલા રહે.ઉમરડા તા.મુળી (૭) હુકમરામ (ઈંગ્લીશ દારૃ ભરેલ ટ્રક સોંપનાર)
સ્થાનિક પોલીસ ઉંધતી ઝડપાઇ, નવા-જુનીના એંધાણ
સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર-નવાર એસએમસી ટીમ દરોડા પાડી ઈંગ્લીશ દારૃ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ઝડપી પાડે છે. ત્યારે વધુ એક વખત થાન તાલુકામાં દરોડો પાડી મોટા પાયે ઈંગ્લીશ દારૃ ઝડપાતા સ્થાનીક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે અને આવનાર દિવસોમાં ફરી સ્થાનીક પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ સામે સસ્પેન્ડ સહિત કડક પગલા લેવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.









