જામનગર જિલ્લાના ધ્રોળમાં ગઈકાલે રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો અને ચાર પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ જુગારની સામગ્રી કબજે કરી છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રોળમાં જોડિયા નાકા પાસેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ફારુક મામદભાઈ મોલીયા, કાદર આમદભાઈ દલ, હુસેન મામદભાઈ શાહમદાર અને રાજેશ સમસુદ્દીન પોપટીયા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૪,૭૫૦ની રોકડ રકમ તેમજ જુગારની સામગ્રી કબજે કરી છે.


