Gujarat

સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો

By GS TEAM
7 Oct 20251 min read
સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો

વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાં રવિવારે ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની કરપીણ હત્યાના બનેલા બનાવમાં પોલીસે ફરાર થઇ ગયેલા હત્યારાને આજે ઝડપી પાડયો છે.

અગાઉ સયાજીગંજના ભવાની નગરમાં રહેતો અને હાલમાં ગોત્રી રહેવા ગયેલો ૩૦ વર્ષના અજય રાજુભાઇ શિંદે રવિવારે સાંજે જૂના મકાને આવ્યો હતો અને મિત્રો સાથે હતો તે દરમિયાન રાહુલ ખેડેકર અને જયેશ સોનાર વચ્ચે ઝઘડો થતાં અજય તેમજ તેનો કઝીન વિકાસ વચ્ચે પડયા હતા.

જેથી રાહુલ ખેડેકરે લોખંડની કોશ વડે અજયના  માથામાં ઉપરાછાપરી  ફટકા મારતાં તેનું મોત નીપજ્યું હતું.જ્યારે,વિકાસ મોરેને પણ ઇજા થઇ હતી.બનાવ બાદ સયાજીગંજ પોલીસે તપાસ કરતાં હત્યારો રાહુલ બાઇક પર પાછળ બેસીને ભાગતો નજરે પડયો હતો.જેમાં એક મહિલા પણ બેઠી હતી અને તે તેની પત્ની હોવાનું મનાય છે.

ઇન્ચાર્જ ડીસીપી મંજીતા વણઝારાએ આરોપીને પકડવા માટે જુદીજુદી ટીમો  બનાવી હતી.જે દરમિયાન પીસીબીની ટીમે આજે જામ્બુવા પાસેથી રાહુલને ઝડપી પાડયો હતો.તેનો મેડિકલ ટેસ્ટ કર્યા બાદ રિમાન્ડ માટે તજવીજ કરવામાં આવશે.જે દરમિયાન તેને બાઇક પર કોણ લઇ ગયું હતું અને કોણે કોણે મદદ કરી હતી તે મુદ્દે પણતપાસ કરી પગલાં લેવામાં આવનાર છે.