Get The App

પુર્ણેશ મોદીના કેસમાં 23 માર્ચે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે, જાણો શુ છે આખો મામલો

મોદી અટક પર કરેલ ટિપ્પણી પર થયો છે માનહાનિનો કેસ

સુરત શહેરની કોર્ટમાં આગામી 23 માર્ચના રોજ નિર્ણય કરશે.

Updated: Mar 21st, 2023

GS TEAM


Google News
Google News
પુર્ણેશ મોદીના કેસમાં 23 માર્ચે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે, જાણો શુ છે આખો મામલો 1 - image
Image Twitter

સુરત, તા. 21 માર્ચ 2023, મંગળવાર 

ભાજપના ધારાસભ્ય અને પુર્વ મંત્રી પુર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ નોંધાવ્યો છે. કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી અટક પર કરેલી ટિપ્પણી બાબતે સુરત ખાતે કેસ નોંધાવ્યો છે જેમા સુરત શહેરની કોર્ટમાં આગામી 23 માર્ચના રોજ નિર્ણય કરવામાં આવશે. આ દરમ્યાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે. જેમાં 2019ની લોકસભાની ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યુ હતુ કે, 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે?' જેથી મોદી અટક વિશે આવુ નિવેદન કરવાના કારણે કેસ નોંધવામાં આવ્યો હતો. 

ગયા શુક્રવારના રોજ યોજાઈ હતી સુનાવણી

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે પુર્વ મંત્રી પુર્ણેશ મોદીએ સુરત ખાતે માનહાનિનો કેસ નોંધાવ્યો છે જેમા સુરત શહેરની કોર્ટમાં આગામી 23 માર્ચના રોજ નિર્ણય કરશે. વાત એવી છે કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યુ હતુ કે, 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે?'

કોર્ટમાં લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે

રાહુલ ગાંધીના આવા નિવેદનથી સમગ્ર મોદી સમાજની ગરીમાને ઠેસ પહોચી છે. જેથી સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટમાં લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે. અને ગત શુક્રવારે આ મામલે છેલ્લી સુનાવણી બાદ કોર્ટે સંભવિત નિર્ણય માટે 23 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. 

Tags :