Gujarat

સંસ્કાર નગરીમાં રાધા યાદવનો ભવ્ય રોડ શોઃ ઢોલ નગરાના તાલે ઉમટ્યો જનસાગર

By GS TEAM
8 Nov 20251 min read
સંસ્કાર નગરીમાં રાધા યાદવનો ભવ્ય રોડ શોઃ ઢોલ નગરાના તાલે ઉમટ્યો જનસાગર

વડોદરા શહેરનું ગૌરવ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મુખ્ય ખેલાડી રાધા યાદવ આજે વિમેન્સ વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમવાર વડોદરા આવી પહોંચતા તેના સન્માનમાં ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું.


રાધા યાદવ આજેરાત્રે ૮:૪૫ વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકોએ ઢોલ -નગારા અને તાળીઓના ગડગડાટ સાથે એનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ સર્કલથી ભવ્ય આતશબાજી સાથે શરૂ થયેલો વિજયરથ મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થયો હતો. વિજયરથમાં રાધા યાદવ સાથે મેયર, સાંસદ, કાઉન્સિલર અને રાધાના પિતા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. અમિતનગર સ્થિત ક્રિકેટ એકેડમી ખાતે રોડ શોની પુર્ણાહુતિ થઈ હતી, જ્યાં બરોડા ક્રિકેટ એસોસિએશન તથા વિવિધ ક્રિકેટ ક્લબોના ખેલાડીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જાળવ્યો હતો.