એરપોર્ટ પર ટ્રોલી બેગ સ્માર્ટ ડાયરી ખરીદી રૃપિયા ચૂકવ્યાનો મેસેજ બતાવી યુવક ફરાર
રોકતા ફરીથી મેસેજ બતાવી દુબઇની ફ્લાઇટ છે કહીને રવાના
એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ,શુક્રવાર
એરપોર્ટ ઉપર બેગના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં આવીને યુવકે સ્માર્ટ ટ્રોલી બેગ અને સ્માર્ટ ડાયરી સહીત રૃા. ૬૩,૬૦૦ની ખરીદી કરીને રૃપિયા ચૂકવ્યાનો સ્કીન શોર્ટ બતાવ્યો હતો. પેમેન્ટ આવ્યું ન હોવાથી સ્ટોરકર્મીએ તેને ઉભા રહેવાનું કહેતા ફરીથી રૃપિયા મોકલ્યાનો મેસેજ બતાવી મારે દુબઇની ફ્લાઇટ છે કહીને ત્યાંથી નીકળી ગયો હતો.
૬૩ હજારની ખરીદી કરી ઃ સ્ટોર કર્મચારીને કહ્યુ વારંવાર કેમ ફોન કરો છો હાલ હું ચેકઇનમાં છુ કહીને નાસી ગયો
ઓઢવમાં રહેતા અને એરપોર્ટ પર બેગના સ્ટોરમાં નોકરી કરતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૫ના રોજ તેમના સ્ટોર પર એક યુવક આવ્યો હતો અને તેને સ્માર્ટ ટ્રોલી બેગ અને સ્માર્ટ ડાયરી લીધી હતી. જેની કુલ કિંમત રૃા. ૬૩,૬૦૦ની હતી. જેથી ગ્રાહકે ક્યુઆર કોડ માંગીને રૃપિયા ચૂકવ્યાનો સ્કીન શોટ બતાવ્યો હતો. જો કે તેમના એકાઉન્ટ વિભાગમાં પૂછતા પેમેન્ટ આવ્યું ન હોવાથી યુવકે તેને રોકવા પ્રયાસ કરતાં આરોપીએ મારે દુબઇની ફ્લાઇટ છે કહીને મે પેમેન્ટ કરી દીધુ છે કહીને ત્યાંથી નીકળી ગયો હતો. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.