યુવકને ૨૦ લાખની ઠગાઇ કરી કહીને ડરાવીને ૧.૫૦ લાખ માગ્યા
૩૦ હજાર નહી આપો તો લોક અપમાં પુરીશ ઃએસીબીએ છટકું ગોઠવી આરોપી પકડયો
શહેર કોટડા પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ,મંગળવાર
નરોડામાં રહેતા રેડિમેડ કપડાનો વ્યવસાય કરતા યુવકને એક શખ્સે ફોન કરીને ખોખરા પોલીસ સ્ટેશનમાંથી બોલું છે કહીને તમે રાજકોટથી શર્ટ મંગાવીને રૃા.૨૦ લાખની ઠગાઇ કરી છે, તમારા સામે ફરિયાદ નોંધાઇ છે કહીને યુવકને ડરાવીને ફરિયાદમાંથી નામ કમી કરવા માટે રૃા. ૧.૫૦ લાખની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૃા. ૩૫,૦૦૦ માગીને રૃા.૫૦૦૦ ઓન લાઇન પડાવ્યા હતા, યુવકે એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ નરોડા ખાતે છટકું ગોઠવીને પૈસા આપીને બે આરોપીનપકડાવ્યા હતા. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખોખરા પોલીસ સ્ટેશનથી બોલુંછુ કહી ફરિયાદમાંથી નામ કમી કરવા નકલી પોલીસે રૃપિયા માંગ્યા ઃ શહેર કોટડા પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નરોડા વિસ્તારમાં રહેતા નરોડા અમદુપરા ખાતે મિત્રની કાપડની દુકાનમાં બેસીને કાપડની દલાલીનો વ્યવસાય કરતા યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા જીગરસિંહ રાજપુત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૦ના રોજ તેમના ઉપર ફોન આવ્યો હતો અને હું ખોખરા પોલીસ સ્ટેશનમાં બોલું છું કહી પોતે પોલીસ હોવાની ઓળખ આપીને તેમ રાજકોટથી ૨૦ લાખના શર્ટ મંગાવીને ફ્રોડ કર્યા છે તમારી સામે ફરિયાદ દાખલ થઇ છે.
આ પ્રમાએ ફોન કરીને યુવકને લોક અપમાં પુરી દેવાની ધમકી આપીને ડરાવીને ફરિયાદમાંથી નામ કમી કરવા માટે રૃા. ૧.૫૦ લાખની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૃા. ૩૫,૦૦૦ માગીને રૃા.૫૦૦૦ ઓન લાઇન પડાવ્યા હતા, યુવકે એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ નરોડા ખાતે છટકું ગોઠવ્યું હતું અને બે જણાની ધરપકડ કરી હતી.જો કે આરોપી પોલીસમાં નહી હોવાથી એસીબીએ ગુનો નોંધવાની ના પાડી હતી અને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવાની વાત કરી હતી.