Gujarat
જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : સર્વેલન્સ સ્ક્વોડની કાર્યવાહી
By GS TEAM
1 Jun 20261 min read
જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાંથી પરમીટ વિના વિદેશી દારૂનો જથ્થો રાખનાર એક શખ્સને સીટી-બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાંથી પરમીટ વિના વિદેશી દારૂનો જથ્થો રાખનાર એક શખ્સને સીટી-બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાંથી પરમીટ વિના વિદેશી દારૂનો જથ્થો રાખનાર એક શખ્સને સીટી-બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.
પોલીસે બાતમીના આધારે ડ્રીમ સિટી વિસ્તારમાં દરોડો પાડતાં ઉપરોક્ત વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ જુવાનસિંહ વાળા નામના આરોપી પાસેથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, બિયર ટીન તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો.
દરોડા દરમિયાન કુલ રૂ.13,333થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.