વડોદરામાં કન્ટેનર ભરીને પ્લાયવુડની આડમાં ઘુસાડાતો દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ડ્રાઇવરની ધરપકડ
Vadodara Liquor Smuggling : વડોદરામાં કપૂરાઈ પોલીસને માહિતી મળી હતી કે રાજસ્થાન પાસેનો એક કન્ટેનર પ્લાયવુડની યાર્ડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોલ્ડન ચોકડી સુરત તરફના રોડ તરફ જવાનું છે જેથી પોલીસે બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કન્ટેનર આવતા ડ્રાઇવર એ પોતાનું નામ કામિલ યુનુસખાન રહે હરિયાણા જણાવ્યું હતું.
કન્ટેનરનો પાછળનો દરવાજો ખોલાવતા લાકડાના પ્લાયવુડની સીટો પડી હતી એને તેની ઉપર કંતાનના બોક્સ હતા. જેમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બિયરના 984 ટીમ તથા દારૂની 624 બોટલ મળી કુલ 3.16 લાખનો દારૂનો જથ્થો કબજે લીધો હતો. પોલીસે દારૂ, પ્લાયવુડની સીટ તથા કન્ટેનર મળીને કુલ રૂપિયા 28.09 લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાથ ધરીને પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે અજમેરથી પ્લાયવુડની સીટો કરી હતી. તેમજ દારૂના બ્રોકર જાનુ મહંમદ (રહેવાસી-મેવાડે ઉદયપુર ટ્રાન્સપોર્ટ રોડ) ખાતેથી દારૂનો જથ્થો ભર્યો હતો અને મોબાઈલ નંબર આપ્યો હતો. આગળ ગયા પછી દારૂ કોણે આપવાનો છે તે જણાવવાનો હતો પરંતુ તે પહેલા જ પોલીસે દારૂ ભરેલો કન્ટેનર પકડી લીધું હતું.