Gujarat

પતિએ ગળુ દબાવી માર મારી પત્નીને કાઢી મૂકી

By GS TEAM
5 Dec 20251 min read
પતિએ ગળુ દબાવી માર મારી પત્નીને કાઢી મૂકી

અમદાવાદ, શુક્રવાર

દહેજના દૂષણના કારણે સરસપુરમાં રહેતી મહિલાનો લગ્નના ૧૭ વર્ષ પછી ઘર સંસાર પડી ભાગ્યો હોવાનો કિસ્સો  પ્રકાશમાં આવ્યો છે. જેમાં શંકા વહેમ રાખીને પતિએ ગળુ દબાવીને માર મારીને પત્નીને કાઢી મૂકી હતી. જેથી મહિલા એક મહિનાથી પિયરમાં આશરો લઇ રહી છે. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે પતિ સહિત સાસરીના પાંચ સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરસપુરમાં શંકા વહેમ રાખી , મકાન લેવા માટે રૃપિયા લાવી ન શકતા પ્રથમ બે સંતાનને માર માર્યો ઃ માનસિક શારિરીક ત્રાસ આપી તગેડી મૂકતા મહિલાનો મહિનાથી પિયરમાં આશરો

સરસપુરમાં રહેતી મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં સરસપુરમાં રહેતા પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી  છે કે મહિલાના સત્તર વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા પતિ શંકા વહેમ રાખીને અવાર નવાર મારઝૂડ કરતો હતો.

તેમજ બીજુ મકાન લેવા માટે ફરિયાદી મહિલા પાસે રૃપિયા પિયરમાંથી લાવવા માટે દબાણ કરતા હતા. બે મહિના પહેલા પતિએ બં સંતાને માર માર્યો હતો અને ઉશ્કેરાઇને પતિએ તેને ગળુ દબાવીને માર મારીને કાઢી મૂકી હતી. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે માનસિક તેમજ શારિરીક ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.