Gujarat

પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી

By GS TEAM
12 Dec 20251 min read
પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી

અમદાવાદ,શુક્રવાર

સિંગરવામાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂર દંપતિ ઓરડીમાં ગયા બાદ જ્યાં પત્ની ચા બનાવતી હતી ત્યારે અચાનક પતિએ આવેશમાં આવીને માથામાં પાવડો અને ઇંટના ઘા પત્નીની હત્યા કરી હતી. આ બનાવ અંગે ઓઢવ પોલીસ ે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી થોડો માનસિક બિમાર હોવાનું બહાર આવ્યું હતું.

ઓઢવ પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી માનસિક બિમાર પતિએ અગમ્ય કારણોસર કૃત્ય આચર્યું

સિંગરવામાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા નાથુભાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોતાના બનેવી પ્રભુભાઇ  સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો હાલમાં સિંગરવામાં નવી બનતી બાંધકામ સાઇટમાં લેબર કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. જ્યાં તેમની બહેન સીમાબેન અને તેમના પતિ પ્રભુભાઇ  બાળકો સાથે સાઇટ ઉપર કામ કરતા હતા અને ત્યાં રહેતા હતા. ગઇકાલે સાંજના સમયે કડિયાકામ કરીને પતિ અને પત્ની મજૂરોની ઓરડીમાં ગયા હતા. 

તેમની બહેન ચા બનાવતા હતા દરમિયાન આરોપી પતિ ઓરડીમાં આંટાફેરા મારતો હતો. અને અચાનક અગમ્ય કારણોસર પાવડો પત્નીના માથામાં માર્યા બાદ ઇંટના ઘા મારતા પત્ની  લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડી હતી. દરમિયાન સંબંઘી મજૂરોએ ફરિયાદીને જાણ કરતા તેઓ દોડી આવીને બહેનને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.