Gujarat

ભરૂચ અને અંકલેશ્વર ખાતે પર્સ સ્નેચિંગની ઘટનાઓ : બંને કિસ્સામાં બાઇક સવાર બે અજાણ્યા શખ્સો લેડીઝ પર્સ આંચકી ફરાર

By GS TEAM
30 Jul 20252 mins read
TukuTouch Logo
ભરૂચ અને અંકલેશ્વર ખાતે બાઈક સવાર બે અજાણ્યા શખ્સો લેડીઝ પર્સ આંચકી ફરાર થઈ જવાના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે. ફરિયાદોના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા હ્યુમન સોર્સિસની મદદ તથા સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચ અને અંકલેશ્વર ખાતે પર્સ સ્નેચિંગની ઘટનાઓ : બંને કિસ્સામાં બાઇક સવાર બે અજાણ્યા શખ્સો લેડીઝ પર્સ આંચકી ફરાર

Bharuch Purse Snatching : ભરૂચ અને અંકલેશ્વર ખાતે બાઈક સવાર બે અજાણ્યા શખ્સો લેડીઝ પર્સ આંચકી ફરાર થઈ જવાના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે. ફરિયાદોના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા હ્યુમન સોર્સિસની મદદ તથા સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી છે.

સુપર માર્કેટમાર્ગ ઉપર પરણીતાનું લેડીઝ પર્સ આંચકી બે બાઈક સવાર ફરાર

ભરૂચના હાજીખાના બજાર ખાતે રહેતી 36 વર્ષીય મહિલા સોહેમાં જીયાદ મનસુરી ગઈ તા.24 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ જમી પરવારી પતિ અને પુત્ર સાથે મોપેડ ઉપર ઠંડુ પીણું પીવા નીકળ્યા હતા. અને તેઓ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા તે સમયે સુપર માર્કેટ માર્ગ ઉપર પાછળથી ઘસી આવેલ નંબર પ્લેટ વગરની બાઈક સવાર અજાણ્યા બે શખ્સો સોહેમાંએ ખભે લટકાવેલ લેડીઝ પર્સ ઝૂંટવીને નાસી છૂટ્યો હતો. જે પર્સમાં મોબાઈલ ફોન હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે ભરૂચ સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બીએનએસ ૩૦૪(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.

ભૂત મામાની ડેરી પાસે મોપેડ સવાર વૃદ્ધાનું પર્સ આંચકી બે બાઈક સવાર ફરાર

બીજા કિસ્સામાં અંકલેશ્વર જીઈબી ઓફિસ પાસે રહેતી 26 વર્ષીય પરણીતા ધ્વનિ સૌરભભાઈ મેહતા ખાનગી કંપનીમાં કામ કરે છે. ગઈ તા.23 જુલાઈના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું મોપેડ લઈ સાસુ સાથે ભરૂચ પિતાના ઘરેથી પરત અંકલેશ્વર જવા નીકળ્યા હતા. વરસાદ વરસતો હોવાથી ધ્વનિબેન તથા તેમની સાસુનો મોબાઇલ પાછળ બેસેલ સાસુના પર્સમાં રાખ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ ક્રોસ કરી ભૂત મામાની ડેરી પસાર કરતા નજીકમાં જ 12 વાગ્યાની આસપાસ પાછળથી ઘસી આવેલ બાઈક સવાર બે અજાણ્યા શખ્સો તેમના સાસુએ ખભે લટકાવેલ લેડીઝ પર્સ ઝૂંટવી અંકલેશ્વર તરફ નાસી છૂટ્યા હતા. જે પર્સમાં રૂ.30 હજારની કિંમતના બે મોબાઈલ ફોન હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બીએનએસ 304(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.