Gujarat

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર

By GS TEAM
16 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના શ્રીગણેશ જ ભારે રાજકીય ડ્રામા અને હોબાળા સાથે થયા છે. વિપક્ષના આકરા વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર

Purnesh Modi Gujarat News : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના શ્રીગણેશ જ ભારે રાજકીય ડ્રામા અને હોબાળા સાથે થયા છે. વિપક્ષના આકરા વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં હોબાળો 

સોમવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે લોકશાહીના મંદિરમાં રાજકીય પારો ચરમસીમાએ જોવા મળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રની શરુઆત થઈ હતી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના દેવા માફી અને કાયમી ભરતી જેવા મુદ્દે એટલો હોબાળો કર્યો કે રાજ્યપાલે પોતાનું ભાષણ માત્ર 20 મિનિટમાં આટોપી લેવું પડ્યું હતું.

પૂર્ણેશ મોદીની વરણી અને રાજકીય ખેંચતાણ

રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધ્વનિ મત(Voice Vote)થી થયેલા મતદાનમાં પૂર્ણેશ મોદીને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેમની જીત થતાં જ ભાજપના સભ્યોએ 'જય શ્રી રામ'ના નારા સાથે ગૃહ ગજવી દીધું હતું.

કોંગ્રેસની શું હતી માગ? 

કોંગ્રેસે શૈલેષ પરમારને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. કોંગ્રેસનો તર્ક હતો કે, સંસદીય પરંપરા મુજબ ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળવું જોઈએ. બીજી તરફ, શૈલેષ પરમારનો પણ આક્ષેપ હતો કે, ભાજપે બહુમતીના જોરે વિપક્ષને ઉપાધ્યક્ષ પદ આપવાની પરંપરા તોડી છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીથી અંતર જાળવ્યું હતું. ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની હાર-જીત પહેલેથી જ નક્કી હતી. કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની આશંકા હતી અને તેથી 'આપ' મતદાનમાં જોડાયું નહોતું. 

આ પહેલા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, અમે ઉપાધ્યક્ષની ચૂંટણી માટે નોટાની માગણી કરી હતી કારણ કે અમારે ચૂંટણીમાં કોઈને પણ મત આપવાનો ન હતો.