Gujarat

લખતર એપીએમસીમાં ટેકાના ભાવેથી તુવેરની ખરીદીનો પ્રારંભ

By GS TEAM
2 Mar 20261 min read
લખતર એપીએમસીમાં ટેકાના ભાવેથી તુવેરની ખરીદીનો પ્રારંભ

- પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં આનંદ

- તુવેરના રૂ. 1600 પ્રતિ મણ લેખે વેચાણ માટે તાલુકામાં 1058 ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું

લખતર : લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે તાલુકામાં ૧૦૫૮ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

લખતર એપીએમસી ખાતે સરકાર દ્વારા નિર્ધારિત ગુજએગ્રો ફ્રેશ કોન્સોટીયમ પ્રોડયુસર કંપની લી. એજન્સી દ્વવારા રૂ.૧૬૦૦ પ્રતિ મણ ટેકાના ભાવથી લખતર એપીએમસીમાં વિધિવત રીતે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  ટેકાના ભાવે તુવેર વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં લખતર તાલુકાના કુલ ૧,૦૫૮ જેટલાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેડૂતોને તુવેરના સારા અને પોષણક્ષમ ભાવ મળતા આનંદની લાગણી જોવા મળી હતી. 

લખતર એપીએમસી ખાતે તુવેર ખરીદીના પ્રસંગે લખતર એપીએમસીના હોદેદારો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.