Gujarat

વડોદરાના ફતેગંજમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની વિકટ સમસ્યાથી જનતા પરેશાન

By GS TEAM
19 Dec 20251 min read
TukuTouch Logo
વાહન વ્યવહાર અને ટ્રાફિકથી દમધમતા ફતેગંજ મેઇન રોડ પર છેલ્લા એક મહિનાથી ડ્રેનેજના ગંદા અને દુર્ગંધવાળા પાણી વારંવાર ઉભરાઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ફતેગંજમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની વિકટ સમસ્યાથી જનતા પરેશાન

image : File photo 

Vadodara : વાહન વ્યવહાર અને ટ્રાફિકથી દમધમતા ફતેગંજ મેઇન રોડ પર છેલ્લા એક મહિનાથી ડ્રેનેજના ગંદા અને દુર્ગંધવાળા પાણી વારંવાર ઉભરાઈ ગયા છે. ગ્રાહકો દુકાન સુધી આવતા નથી. જ્યારે તંત્ર દ્વારા આવતા સફાઈ સેવકો માત્ર પંપથી પ્રેસર મારીને જતા રહેતા હોવાના આક્ષેપ કર્યા છે. ગંદા અને દુર્ગંધ વાળા પાણી સોસાયટીઓમાં પણ ઘૂસ્યા છે. જેથી સ્થાનિકોમાં બીમારીનો ભય ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે ફતેગંજ મેઇન રોડ પર છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઈન ઉભરાવાથી તેના ગંદા અને દુર્ગંધવાળા પાણી રોડ રોડ પર ચારે બાજુએ વહી રહ્યા છે. આ અંગે પાલિકા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેથી તંત્ર દ્વારા વાહન સાથે આવતા કર્મીઓ ડ્રેનેજ લાઈનમાં પંપથી માત્ર પ્રેસર આપીને જતા રહે છે પરંતુ યોગ્ય રીતે સફાઈ નહીં થતાં વારંવાર પ્રશ્નો યથાવત રહે છે. ડ્રેનેજ લાઈનના ઉભરાતા ગંદા અને દુર્ગંધવાળા પાણીથી ગ્રાહકો દુકાન સુધી પણ આવતા નથી પરિણામે ગંગા રોજગારને પણ માટી અસર પહોંચી હોવાના આક્ષેપો દુકાનદારોએ કર્યા હતા. ગંદા અને દુર્ગંધવાળા પાણી હવે તો સોસાયટીઓમાં પણ પ્રસરી જતા સ્થાનિકોને આવન જાવન કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે બીજી બાજુ સ્થાનિકોને બાળકો સહિત વૃદ્ધોમાં બીમારી ફેલાવવાનો પણ ભય વ્યાપી રહ્યો છે. આમ પાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનની યોગ્ય રીતે સફાઈ તત્વરે કરે એવી માંગ છે.