Get The App

ભાયલી ગેંગ રેપ કેસમાં પીએસઆઇ અને એફએસએલ અધિકારીની જુબાની લેવામાં આવી

પીએસઆઇએ પહેલા ત્રણ આરોપીને શકમંદ તરીકે અટક કર્યા હતા

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ભાયલી ગેંગ રેપ કેસમાં પીએસઆઇ અને એફએસએલ અધિકારીની જુબાની લેવામાં આવી 1 - image

વડોદરા : ગત વર્ષે નવરાત્રિના તહેવારમાં ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલે કોર્ટમાચાલી રહી છે ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીએસઆઇ અને સુરત એફએસએલના અધિકારીની જુબાની લેવામાં આવી હતી. આવતી કાલે ગુરુવારે આ કેસમાં તેમની ઉલટ તપાસ થશે.

તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૧૧.૩૦ કલાકે સગીરા તેના મિત્ર સાથે ભાયલી-બીલ રોડ પર બેઠી હતી તે સમયે પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અનેઅજમલ બનજારાની ધરપકડ કરી હતી.

હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે આ કેસમાં શરુઆતમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ધાકડે ત્રણ આરોપીને શકમંદ તરીકે ઝડપી લીધા હતા અને તેની પૂછપરછમાં ગુનાનો ભંદ ઉકેલાયો હતો અટલે આજે પીએસઆઇની જુબાની લેવામાં આવી હોવાનું મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું હતું. જ્યારે સુરતના એફએસએલ અધિકારીની પણ આજે જુબાની લેવામાં આવતા આ કેસમાં અંદાજે ૨૬ સાક્ષની જુબાની પુરી થઇ હતી. કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ શૈલેષ પટેલ પણ હાજર રહ્યાં હતા. આવતી ગુરુવારે કાલે એફએસએલ અધિકારીની ઉલટ તપાસ કરવામાં આવશે.