Get The App

વડોદરા: રેન બસેરામાં જમવાનું બનાવવા પર પ્રતિબંધ હોવાથી ગરીબો દ્વારા વિરોધ

- રસ્તા પર વસવાટ કરતા 80 પરિવારને રેન બસેરા માં ખસેડ્યા

Updated: Nov 24th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા: રેન બસેરામાં જમવાનું બનાવવા પર પ્રતિબંધ હોવાથી ગરીબો દ્વારા વિરોધ 1 - image


વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

વડોદરા લાલ બાગ રેન બસેરા અને કામગીરી પૂર્ણ થઇ જતાં હજુ સુધી બંધ હતું ત્યારે આજરોજ સવારે રેન બસેરા ના તાળા ખોલી દેવામાં આવ્યા છે જેને લઈને દબાણ શાખા ની ટીમ તથા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. 

લાલબાગ બ્રિજ નીચે સૂતેલા લોકોને સૂચના આપી હતી કે તમે તમારો સામાન લઈને રન બસેરા રહેવા જાવ તમને તમામ સુવિધાઓ મળશે જ્યારે વડોદરા મહાનગર સેવા સદનના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ત્યાં રહેતા રહીશો ને અપીલ કરી હતી કે તમે રન બસેરા માં જાવ તમામ સુવિધાઓ મળશે જ્યારે ત્યાંના રહીશોએ કીધું તંત્ર અમને જગ્યા આપે પણ અમને પોતાના મકાન મળે અને અમે ભાડું પણ આપવા તૈયાર છે તેવી અપીલ કરી હતી સાથે તેવા આક્ષેપ પણ કર્યા હતા. 

વડોદરા: રેન બસેરામાં જમવાનું બનાવવા પર પ્રતિબંધ હોવાથી ગરીબો દ્વારા વિરોધ 2 - image

રેન બસેરામાં જમવાનું બનાવવાની ના પાડી છે રેન બસેરા 200 ની કેપિસિટી વાળું છે. આજે સવારથી તંત્રએ 80થી વધુ લોકોને રેન બસેરામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે દબાણ સાથેની ટીમે લાલબાગ નીચેથી વધારાનો સામાન પણ હટાવવામાં આવ્યો હતો.

Tags :