જામનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાના મામલે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન : 8ની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Congress : કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલાવ્યું છે, અને તે સંદર્ભમાં લોકસભામાં બિલ રજૂ કર્યું છે, ત્યારે આ મામલે કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા ચાંદી બજાર સર્કલ નજીક આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા ઉપરાંત કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો વગેરે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા. પોતાના હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધીજીનોનું નામ મીટાવી દેવાની પ્રક્રિયા કરી રહી છે, તેવા આક્ષેપો સાથે વિરોધ પ્રગટ કર્યો હતો.
આ વેળાએ સીટી એ. ડિવિઝનના પી.આઇ. સહિતની પોલીસની ટીમે આઠ કોંગી કાર્યકરોને ડિટેઇન કરી લીધા હતા. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે.








