વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે વિજિલન્સની તપાસની માંગ સાથે કલેકટર અને કોર્પોરેશન ખાતે મોરચા
વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટેના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર સામે અનેક પુરાવા સહિત વિજિલન્સ તપાસ માટે જનહિતનું આવાજ ટીમ વડોદરા દ્વારા નવી કલેકટર કચેરીએ આજે બપોરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને વિજિલન્સ ની તપાસની માંગણી કરવામાં આવી હતી.
સેજલ વ્યાસ અશફાક, ભાવિન વ્યાસ અતુલ ગામેચી કમલેશ પરમાર સહિત કાર્યકર્તાઓ બોટ અને લાઈફ જેકેટ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે બોટ અંદર લઈ જવા મુદ્દે પોલીસ સાથે રકઝક થઈ હતી આખરે પોલીસ ને સહકાર આપી બોટ સાથે લઈ ગયા ન હતા.
શહેરમાં ગયા વર્ષે ચોમાસામાં વિશ્વામિત્રી નદીનું બે વાર સહિત ત્રીજી વારના ભયથી હજી શહેરીજનો ફફડી રહ્યા છે. આ અંગે રાજ્ય સરકારની નીગરાની દ્વારા વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવા બાબતે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂરો કરવા પાલિકા તંત્ર દ્વારા બીડુ ઝડપ્યું હતું.
આ પ્રોજેક્ટમાં કહેવાતા ભ્રષ્ટાચારને પુરાવા સહિત ઉજાગર કરવાનો નિર્ણય કેટલાક સામાજિક કાર્યકરોએ નિર્ણય કરીને વિજિલન્સ તપાસની માંગ સાથે વડોદરા જિલ્લા કલેકટર કચેરીએ આજે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જેમાં વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંગેના ફાળવવામાં આવેલા બજેટમાં ગંભીર ગેરરીતિઓ, આક્ષેપિત ખોટા બિલિંગ, અને ફક્ત કાગળ પર પુરા થયેલા પ્રોજેક્ટની કામગીરી સામે ઉઠી રહેલા સવાલો સાથેના પુરાવાઓ સહિત હવે સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહ્યા હોવાનું ટીમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી આ સમગ્ર પ્રોજેક્ટ બાબતે વિજિલન્સ તપાસની માંગ સાથે અને નાગરિકોની અવાજ સરકાર સુધી પહોંચે એ અંગે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્રના મુખ્ય મુદ્દાઓમાં પ્રોજેક્ટમાં થયેલા ગોટાળા સહિત ચુકવણા અને વિશ્વામિત્રી નદીની સ્વચ્છતા માટે માત્ર કાગળ પર દર્શાવાયેલી કામગીરી અંગેના પુરાવાઓ સાથે દોષિતો સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવેલ આવી હોવાના આક્ષેપો પણ કરીને વિજિલન્સ તપાસ માટે ટીમ દ્વારા માંગ કરવામાં આવી છે. જો આ અંગે શહેરીજનો નહીં જાગે તો વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના પૂરના કારણે ફરી એક વખત ભોગ બનશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ બાબતે ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે પુરાવા સાથે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તથા અન્ય કાર્યકરોએ પાલિકા કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું છે.