બાકરોલ તળાવમાં કરમસદ અને આણંદનું પાણી છોડતા વિરોધ
15 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામમાં રોગચાળો
ગંદુ પાણી દુર્ગધ મારતા નાગરિકોને પરેશાની મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો છતાં ઉકેલ નહીં
ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે અને તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે રોગચાળો વકરે તેવી સંભાવના છે. મનપામાં બાકરોલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે. ૧૫ હજારથી વસ્તી ધરાવતા ગામમાં ૮૦૦ પરિવારો વસવાટ કરે છે. બાકરોલ વલાસણ રોડ પર ૮૦૦ પરિવારો વસવાટ કરે છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે, તળાવમાં કાંસનું ગંદુ પાણી છોડવામાં આવે છે. આણંદ અને કરમસદનું ગંદુ પાણી બાકરોલ ગામના તળાવમાં છોડવવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
આ ગંદા પાણી અસહ્વા દુર્ગધ મારતા લોકો કંટાળી ગયા છે અને મચ્છરનો પણ ઉપદ્રવ વધ્યો છે. મનપાને અનેક વખત રજૂઆતો કરવા છતાં પગલાં લેવાયા નથી.
મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કારણે બાળકો બિમાર થવાની સંખ્યા પણ વધી છે. તળાવમાં મગરો પણ છે. આણંદ અને કમસદનું પાણી છોડવા મામલે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છતાં પણ કંઇ પરિણામ આવ્યું નથી. તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.
કરમસદના તળાવનો પાળો તૂટી ગયો હોવાથી પાણી તળાવમાં આવે છે : ડેપ્યુટી કમિશનર
મહાનગરપાલિકાના ડેમ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું કે, બાકરોળ તળામાં ગંદા પાણી બાબતે કાંસ વિભાગ સાથે ચર્ચા ચાલુ છે અને સફાઇ માટે જણાવ્યું છે. હાલ કરમસદના તળાવનો પાળો તૂટી ગયો હોવાથી કરમસદનું પાણી બાકરોલ તળાવમાં આવી રહ્યું છે. જેથી પાળો રિપેરીંગ કરવા માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. સપ્તાહમાં ગંદુ પાણી બંધ કરી દેવાશે. ગંદકી સાફ કરાશે.