દેશના સૌથી કમાઉ ટોલનાકાને ટોલ મુક્ત કરવા માટે સ્થાનિકોનું આંદોલન, 11 એપ્રિલે કરશે વિરોધ
Karjan-Bharthana Toll Tax Protest : નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા 1 એપ્રિલ 2025થી નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. પાંચથી 25 સુધીનો વધારો ઝીંકાયો છે. ત્યારે વડોદરાના કરજણ-ભરથાણા પર ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે, જેને લઇને વિરોધ સૂર રેલાયા છે. આગામી 11 એપ્રિલ 2025ના રોજ બિજ રાજકીય કાર્યક્રમ હેઠળ વિરોદ કરવામાં આવશે. ટોલ ટેક્સ વધારાના પાછો ખેંચી વડોદરા જિલ્લાના જી.જે- 06 વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે અને તેમના માટે સર્વિસ રોડ આપવા સહિતની માંગ સાથે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ-ભરથાણા ટોલનાકાથી પદયાત્રા પદયાત્રા કાઢવામાં આવશે. જે અંતગર્ત કરજણ શહેરમાં આવેલી રાષ્ટ્રીય પ્રતિમાને ફૂલહાર વિધિ કરી કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવશે. આ આંદોલનના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
શું છે માંગણીઓ
- વડોદરા જિલ્લાના GJ-06 પાર્સીંગ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે.
- વડોદરા જિલ્લાના GJ-06 પાર્સીંગ વાહનો માટે સર્વિસ રોડ આપવામાં આવે.
- ભારત સરકારના ગેજેટ મુજબ સરકાર અને L&T દરો યથાવત રાખ્યા છે, જે ઘટાડવામાં આવે.
- 100 મીટરની લાઇનને દોરી ટ્રાફીક જામ થાય ત્યારે ટોલ ફ્રી જવા દેવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 11 એપ્રિલ 2025ને શુક્રવારના રોજ સવારે 8:00 કલાકે કરજણ-ભરથાણ ટોલ પ્લાઝા પરથી પદયાત્રા કાઢવામાં આવે. આ એક બિન રાજકીય ક્રાર્યક્રમ છે. મોટી સંખ્યામાં લોકોને જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.