Get The App

વડોદરામાં વરસાદી કાંસની અધુરી અને ધીમી ગતિએ ચાલતી કામગીરી સામે વિરોધ

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં વરસાદી કાંસની અધુરી અને ધીમી ગતિએ ચાલતી કામગીરી સામે વિરોધ 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર 14 અને 16 માં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે વર્ષો જૂની વરસાદી કાંસ ખોલીને તેની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલ કોર્પોરેશન દ્વારા કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે. જેના કારણે આજે લોકોએ વિરોધ પ્રદર્શન દ્વારા રોષ દર્શાવ્યો હતો. ચોખંડી, નાની શાક માર્કેટ, દાળિયા વાડી, ઇદગાહ મેદાન સુધી વરસાદી કાંસને નવું સ્વરૂપ આપવા માટે અગાઉ કામ ચાલુ કરવામાં આવ્યું હતું. એ પછી ઠેક ઠેકાણે કાંસ ખોદવામાં આવી હતી અને ઢાંકી હતી, પરંતુ કામગીરી અધુરી રાખી છે. કેટલીક જગ્યાએ કાંસ ઉપર ખાડા પણ કરી દેવામાં આવ્યા છે અને હાલ ખોદકામને લીધે વિસ્તાર ઉબડખાબડ થઈ ગયો છે. ચોમાસુ માથે છે ત્યારે આ કામગીરી જલ્દી કરવા માટે લોકોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોના કહેવા મુજબ આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાની આ કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી આવતીકાલે કોર્પોરેશનમાં આવેદનપત્ર પણ આપવામાં આવશે. આ ખોદકામ અને અધુરી કામગીરીથી શાકમાર્કેટના ધંધાર્થીઓ અને ખરીદી માટે આવતા લોકો પણ પરેશાન છે, તેઓએ સારું શાકમાર્કેટ પણ બનાવી આપવા માંગ કરી હતી.

Tags :