ગોત્રીમાં ઈલકટ્રિક બસ ડેપો અને ચાર્જિંગ સ્ટેશનનો વિરોધ
અહીં ડેપો નહીં, ચાર્જિંગ સ્ટેશન બનવાનું છે,ઃ બસોની આવ-જા માટે ૧૮મીટરના રોડ પર ગેટ મૂકાશ
વડોદરા,ગોત્રીમાં અલિગન્સ એપલ સોસાયટી પાસે ઈલકટ્રિક બસ ડેપો અને ચાર્જિંગ સ્ટેશનના વિરોધમાં આજે સાંજે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.
વિરોધ સાથે લોકોએ કહ્યું હતું કે અહીં પાછળ ગાયત્રીવાળો ૧૮ મીટરનો રોડ ખોલતા નથી અને ત્યાં ચાર્જિંગ સ્ટેશનના ગેટ કેમ મૂક્યા નથી. ૧૨ મીટરના રોડ પર ચાર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ મૂક્યા છે, જેથી ડેપોમાં અને ચાર્જિંગ કરવા આવતી બસોથી ટ્રાફિકજામની અને અકસ્માત સહિતની સમસ્યા ઊભી થશે.
વોર્ડ નં. ૧૦ ના ભાજપના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્યે કહ્યું હતું કે જે ૧૦૦ ઈલકટ્રિક બસો ફાળવાઈ છે, તેમાંથી ૨૫ બસો આ પશ્ચિમ ઝોનમાં ફાળવાશે. બસો માટે અહીં ચાર્જિંગ સ્ટેશન બને છે.
અહીં ઈલકટ્રિક બસ ડેપો બનવાનો નથી. રહીશોની માગણી ૧૨ મીટરના રોડને બદલે ૧૮ મીટરના રોડ પર બસોની આવ-જા માટે ગેટ મૂકવાની છે, એટલે એ રીતે ૧૮ મીટરના રોડ પર ગેટ અપાશે. દર એક કલાકે એક બસ ચાર્જિંગ માટે આવે તેવી શક્યતા છે. લોકોનો વિરોધ ડેપો સામે છે, ચાર્જિંગ સ્ટેશન માટે નહીં.