Get The App

હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ

શ્રવણ ચોકડી પાસેના રંગ પ્લેટિનુમા કોમ્પ્લેક્સમાં એસઓજીનો દરોડો

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ 1 - image
શ્રવણ ચોકડી પાસેના રંગ પ્લેટિનુમા કોમ્પ્લેક્સમાં આવેલ હની સ્પામાં ડમી ગ્રાહક મોકલી મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો એસઓજીની ટીમે પર્દાફાશ કરી મેનેજરને ઝડપી પાડી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.ભરૂચ એસઓજી ટીમને બાતમી મળી હતી કે,  શ્રવણ ચોકડી નજીક રંગ પ્લેટિનુમા કોમ્પ્લેક્સમાં આવેલ હની સ્પામાં મસાજની આડમાં બહારથી યુવતીઓ બોલાવી કુટણખાનું ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. પોલીસે હની સ્પાના મેનેજર અરુણ રામસ્વરૂપ જયરામ લોદી (રહે- હની સ્પા/ મૂળ રહે - મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી સંચાલક ઇશિપ્ત પટેલ (રહે - ભરૂચ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીઓ અલગ અલગ યુવતીઓ મારફતે દેહવ્યાપાર કરાવી 60 ટકા રકમ સ્પામાં અને 40 ટકા રકમ પોતે રાખતો હોવાની વિગતો બહાર આવી હતી. દરોડા દરમિયાન પોલીસે ડમી ગ્રાહકે આપેલ નાણા , મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 9,500ની મત્તા કબજે કરી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આરોપીની ઈમોરલ ટ્રાફિકિંગ એકટ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.