Gujarat

પાણીગેટ માંડવી રોડ પરથી સવારીઓ સાંજ પહેલા જ પસાર કરાવી દેવાઇ

By GS TEAM
6 Sep 20251 min read
પાણીગેટ માંડવી રોડ પરથી સવારીઓ સાંજ પહેલા જ  પસાર કરાવી દેવાઇ

વડોદરા,પાણીગેટ માંડવી રોડ પરથી આજે ગણેશજીની મોટી ત્રણ મૂર્તિઓની વિસર્જન યાત્રા નીકળવાની  હોઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ત્રણેય વિસર્જન યાત્રા સાંજ પહેલા જ પસાર કરી દેવામાં આવી હતી.

ગણેશોત્સવની શરૃઆત  પૂર્વે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવાર પર ઇંડા ફેંકી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પગલે સાતમા દિવસે નકીળેલી જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રામાં  પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામા ંઆવ્યો હતો. આજે અંતિમ દિવસે  પણ આ રૃટ  પરથી ત્રણ યુવક મંડળની મોટી પ્રતિમાઓ નીકળવાની હોઇ પોલીસે અગાઉથી જ આયોજકો સાથે વાતચીત કરી સાંજ પહેલા તેઓ સંવદેનશીલ વિસ્તાર પસાર કરી લે, તે માટે સમજાવવામાં આવ્યા હતા. પાણીગેટ, રાણાવાસ સહિત ત્રણેય મંડળના યુવકોએ સાંજ પહેલા જ ગણેશજીની સવારી પાણીગેટ માંડવી રોડ પરથી  પસાર કરી દેવામાં આવી હતી.