Get The App

વડોદરા કોર્પોરેશનમાં આરોગ્ય અમલદાર અને ચીફ ફાયર ઓફિસર સસ્પેન્ડ થતાં સમગ્ર સભાની જાણકારી માટે દરખાસ્ત મુકાઈ

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનમાં આરોગ્ય અમલદાર અને ચીફ ફાયર ઓફિસર સસ્પેન્ડ થતાં સમગ્ર સભાની જાણકારી માટે દરખાસ્ત મુકાઈ 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ માટે ઇમરજન્સી સાધનોની 3.17 કરોડની ખરીદીમાં થયેલી ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરાયેલા આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલ અને ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની જાણકારી આપતી દરખાસ્ત કોર્પોરેશનની તારીખ 20 ના રોજ મળનારી સમગ્ર સભામાં રજૂ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડના ઇમર્જન્સી સાધનોની ખરીદીમાં ગેરરીતિ થતા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેના પ્રાથમિક રિપોર્ટમાં અધિકારીઓએ દાખવેલી બેદરકારી બદલ તેઓ સામે હવે તપાસ કરવાની બાબત વિચારણા હેઠળ છે. આ ઉપરાંત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ પણ સસ્પેન્ડ થયા છે. દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં દવાની કરવામાં આવેલી ખરીદી અને ફાયર બ્રિગેડમાં થયેલી ખરીદી અને ભરતીની કામગીરી બાબતે વિજિલન્સ તપાસની માંગણી કમિશનર સમક્ષ કરવામાં આવી છે.

Tags :