Get The App

પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત 1 - image

ત્રણ તાલુકાના હજારો લોકો ખાનગી બસોમાં મુસાફરી કરવા મજબૂર

ગારિયાધાર તાલુકાને પણ રેલ કનેક્ટિવિટીથી જોડવી જરૃરી

પાલિતાણા  -  યાત્રાધામ પાલિતાણાથી સુરત વચ્ચે ડેઈલી ટ્રેન શરૃ કરવાની માંગણી સાથે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

કોરોના પહેલા પાલિતાણા-ભાવનગર વચ્ચે દિવસમાં ચાર ટ્રેન શરૃ હતી. તે ઘટાડી હાલ બે જ ટ્રેન શરૃ રાખવામાં આવી છે. જેથી પાલિતાણા અને સિહોર તાલુકાના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અગાઉની જેમ જ ચાર ટ્રેન દોડાવવાની માંગ ઉઠી છે. આ ઉપરાંત પાલિતાણા, ગારિયાધાર અને સિહોરમાંથી દરરોજ હજારો લોકો સુરત જવા ખાનગી ટ્રાવેલ્સ બસોમાં મુસાફરી કરવા મજબૂર હોય, રેલવે તંત્ર દ્વારા પાલિતાણા-સુરત વચ્ચે દરરોજ સીધી ટ્રેન સુવિધા શરૃ કરવા અને ભાવનગર-મુંબઈ વચ્ચે વંદેભારત ટ્રેન શરૃ કરવા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ ભાવનગરના સાંસદ એવમ્ કેન્દ્રીય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.