Gujarat

દિવાળીમાં સુરત-ભાવનગરની વિશેષ ટ્રેન શરૂ કરવા રજૂઆત

By GS TEAM
6 Oct 20251 min read
દિવાળીમાં સુરત-ભાવનગરની વિશેષ ટ્રેન શરૂ કરવા રજૂઆત

- સુરતમાં સ્થાયી થયેલા રત્નકલાકારોને માદરે વતન આવવા માટે

- ટ્રેન શરૂ કરવામાં આવે તો હજારો મુસાફરોને સસ્તી અને સુરક્ષિત યાત્રાનો લાભ મળી શકે

ભાવનગર : સુરતમાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા પરિવારો માટે દિવાળીના તહેવારમાં સુરતથી ભાવનગર સુધીની વિશેષ ટ્રેન શરૂ કરવા માંગણી કરાઈ છે.

ભાવનગર જિલ્લાના ૪૦ ટકા જેટલા રત્નકલાકારો તેમજ અન્ય ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકો સુરત સ્થાયી થયા છે. જેઓને દિવાળીના તહેવાર કરવા માદરે વતન આવતા માટે ખાનગી વાહનોમાં ઉંચા ભાડા ખર્ચવા પડે છે. દિવાળી વેકેશન દરમિયાન સુરત-ભાવનગર વચ્ચે ચિક્કાર ટ્રાફિક રહે છે. ત્યારે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી ભાવનગર રેલવે તંત્ર દ્વારા તા.૧૦-૧૦થી તા.૩૦-૧૦ સુધી સુરત-ભાવનગર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે તો હજારો મુસાફરોને સસ્તી અને સુરક્ષિત યાત્રાનો લાભ મળી શકે તેવી રજૂઆત સૌરાષ્ટ્ર પેસેન્જર એસો.ના કિશોર ભટ્ટે પશ્ચિમ રેલવેના જી.એમ.ને કરી છે. ભાવનગર રેલવે દ્વારા પણ સ્પેશિયલ ટ્રેન માટેની દરખાસ્ત થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.