Gujarat

ભાયલી ટીપી 3 અને 4ના વિસ્તારોને અશાંતધારામાં સમાવેશ કરવા સરકારમાં દરખાસ્ત

By GS TEAM
1 Oct 20251 min read
ભાયલી ટીપી 3 અને 4ના વિસ્તારોને અશાંતધારામાં સમાવેશ કરવા સરકારમાં દરખાસ્ત

તાંદલજા વિસ્તારમાં અશાંતધારો લાગુ થયા બાદ કેટલાક વિસ્તારો અશાંતધારાથી બાકાત રહી જતા તંત્રએ બાકીના વિસ્તારો અશાંતધારા હેઠળ આવરી લેવા રાજ્ય સરકારને દરખાસ્ત કરી હતી.

ભાયલી ટીપી 3 અને 4ના વિસ્તારને અશાંત વિસ્તારની હદ નજીકના 500 મીટરના વિસ્તારને સરકારે જાહેર કરેલ અશાંતધારાના જાહેરનામાંમા સમાવેશ કરવાનો બાકી રહી જતા તે વિસ્તારનો અશાંતધારામાં ઉમેરો કરવા જિલ્લા કલેકટર તથા પોલીસ કમિશનરે રાજ્યના મહેસુલ વિભાગને દરખાસ્ત મોકલી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. જેમાં અશાંત વિસ્તારથી 500 મીટર ત્રિજ્યામાં આવતા ટીપી સ્કીમ નં. 3 અને 4માં સમાવિષ્ટ 156 એકમોનો સમાવેશ થાય છે. જેથી તાંદલજા વિસ્તારની હદથી 500 મીટરમાં સમાવેશ થતા ફાઇનલ પ્લોટનો જાહેરનામામાં સમાવિષ્ટ કરવા જણાવ્યું છે.