Gujarat

રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે

By GS TEAM
8 Oct 20251 min read
રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ,  AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે

 અમદાવાદ,મંગળવાર,7 ઓકટોબર,2025

અમદાવાદના મેયર,મ્યુનિસિપલ કમિશનર સહીત પદાધિકારીઓની ઓફિસ ધરાવતા કોર્પોરેશનના સી-બ્લોકમાં વિવિધ કોન્ફરન્સ હોલ ઉપરાંત ગાંધીહોલમા વીજ પુરવઠો આકસ્મિક સંજોગોમાં ખોરવાય એ સમયેવીજ પુરવઠો જાળવી રાખવા રુપિયા ૪૩ લાખનો ખર્ચ કરવામા આવશે.ઉપરાંત કેટલાક ફલોર ઉપર   વી. આર.વી. એ.સી.સિસ્ટમ અવારનવાર બંધ થતી હોવાની ફરિયાદ પછી યુ.પી.એસ.પાવર સિસ્ટમ નાંખવામા આવશે.

દાણાપીઠ વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની મુખ્ય કચેરીના સી -બ્લોકમાં વર્ષ-૨૦૧૦માં વી.આર.વી. એરકન્ડીશન સિસ્ટમ લગાવાઈ હતી.૧૩ વર્ષ જુની સિસ્ટમના અમુક સ્પેર પાટર્સ બજારમા મળતા નથી.૩૨ એચ.પી.ના ૧૦ આઉટડોર સી-બ્લોકના ધાબા ઉપર મુકાયેલા છે.જુદી જુદી કેપેસીટીના ૭૮ ઈન્ડોર યુનિટ છ માળ સુધીની ઓફિસોમા લગાવાયા છે.ઉનાળાના સમયમાં સિસ્ટમમા ગેસ લિકેજ, ફોરવે વાલ્વ તથા કોમ્પ્રેસર ફેઈલ થવાની ઘટનાઓ બને છે.નવી સિસ્ટમ નાંખવા કોન્ટ્રાકટર મુદીત કોર્પોરેશનના ટેન્ડરને મંજૂરી આપવામા આવશે.