Get The App

વિપક્ષની ગેરહાજરીમાં સુરત પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વન નેશન વન ઈલેક્શનની દરખાસ્ત મંજુર

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
વિપક્ષની ગેરહાજરીમાં   સુરત પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વન નેશન વન ઈલેક્શનની દરખાસ્ત મંજુર 1 - image


Surat Corporation : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા ગઈકાલે મળી હતી. જેમાં વિપક્ષની ગેરહાજરીમા શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વન નેશન વન ઈલેક્શનની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે સમિતિના નવા સત્ર સાથે સમિતિની પાંચ શાળા મર્જ કરવા-મિશ્ર શાળામાં ફેરવવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સભામાં છ વધારાના કામ રજૂ કરવામાં આવ્યા હતા તેના પર પણ મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. 

સુરત મહાનગરપાલિકાની જેમ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયાએ અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શનની દરખાસ્ત રજૂ કરી હતી. જેને સભ્ય વિનોદ ગજેરાએ ટેકો આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે દેશમાં અનેક વખત આવતી ચૂંટણીના કારણે શિક્ષકો કામગીરીમાં જોડાયા છે તેઓની કામગીરીનું ભારણ ઘટશે અને તેની સાથે દેશના કરોડો રૂપિયાની બચત થશે. શિક્ષકોનો આ સમય બચશે તેથી તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિમાં વધુ ધ્યાન આપી શકશે. ત્યારબાદ તમામ સભ્યોએ ટેકો આપીને પોતાનો મત રજૂ કરી દરખાસ્ત મંજુર કરી હતી.

આગામી સત્રથી કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. નવા સત્ર સાથે સમિતિની પાંચ શાળા મર્જ કરવા-મિશ્ર શાળામાં ફેરવવા દરખાસ્ત રજૂ કરી હતી તે મંજૂર કરવામાં આવી હતી. વિનોદ ગજેરાએ ધોરણ-6ના તેજસ્વી વિદ્યાર્થીઓને વર્ગ પ્રમાણે સાઇકલ વિતરણ, અનુરાગ કોઠારીએ નવી શિક્ષણ નીતિ બાબત શિક્ષકો માટે તાલીમ શિબિર, સ્વાતિ સોસાએ સમર કેમ્પ યોજવાની રજૂઆત કરી હતી. રાકેશ ભીખડીયાએ શિષ્યવૃત્તિની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે તેમની સાથે શાળા અને શિક્ષકોને પણ પ્રોત્સાહન કરવા માટે ઇનામ આપવામાં આવે તેવી રજુઆત કરી હતી.

Tags :