Gujarat

જામનગરમાં પાઠશાળા જૈન સંઘમાં પર્યુષણ પર્વના અનુસંધાને તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ

By GS TEAM
29 Aug 20251 min read
TukuTouch Logo
જામનગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે પાઠશાળા જૈન સંઘ દ્વારા આજે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સંઘના સેવકોના જણાવાયા અનુસાર પર્યુષણ પર્વ દરમિયાન કરાયેલ તપ આરાધનાની ઉજવણીના ભાગ રૂપે આ શોભાયાત્રા યોજવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પાઠશાળા જૈન સંઘમાં પર્યુષણ પર્વના અનુસંધાને તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ

Jamnagar : જામનગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે પાઠશાળા જૈન સંઘ દ્વારા આજે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સંઘના સેવકોના જણાવાયા અનુસાર પર્યુષણ પર્વ દરમિયાન કરાયેલ તપ આરાધનાની ઉજવણીના ભાગ રૂપે આ શોભાયાત્રા યોજવામાં આવી હતી.

જામનગર શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. અને તપસ્વીઓની ઉપસ્થિતિ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો.

 આ પ્રસંગ બાદ સાંજે પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તપસ્વી તથા શ્રાવક-શ્રાવિકા સૌ સાથે મળી પાપપુણ્યનો હિસાબ કરીને આત્મશુદ્ધિનો સંકલ્પ લેશે.