જામનગરમાં પાઠશાળા જૈન સંઘમાં પર્યુષણ પર્વના અનુસંધાને તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ
Jamnagar : જામનગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે પાઠશાળા જૈન સંઘ દ્વારા આજે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સંઘના સેવકોના જણાવાયા અનુસાર પર્યુષણ પર્વ દરમિયાન કરાયેલ તપ આરાધનાની ઉજવણીના ભાગ રૂપે આ શોભાયાત્રા યોજવામાં આવી હતી.
જામનગર શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. અને તપસ્વીઓની ઉપસ્થિતિ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગ બાદ સાંજે પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તપસ્વી તથા શ્રાવક-શ્રાવિકા સૌ સાથે મળી પાપપુણ્યનો હિસાબ કરીને આત્મશુદ્ધિનો સંકલ્પ લેશે.