Gujarat

વડોદરાના અટલાદરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા : રહીશો રોષે ભરાયા, ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમકી

By GS TEAM
17 Nov 20251 min read
TukuTouch Logo
પ્રમુખસ્વામી કુટીર અને નીલકંઠ નગરમાં છેલ્લા બે મહિનાથી કાળું દૂષિત પાણી આવે છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના અટલાદરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા : રહીશો રોષે ભરાયા, ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમકી

Vadodara Dirty Water : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખસ્વામી કુટીર સોસાયટી અને નીલકંઠ નગરના રહીશો છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

રહીશોનું કહેવું છે કે પાણીની લાઈનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થતું હોવાથી વિતરણ સમયે કાળા રંગનું દૂષિત પાણી મળી રહ્યું છે. આ પાણીનો ઉપયોગ કરતાં બાળકો અને વૃદ્ધોમાં ખાસ કરીને બીમારી ફેલાઈ રહી છે. રહીશો અનેક વખત કોર્પોરેશનના અધિકારી અને સ્થાનિક કાઉન્સિલરને જાણ કરી ચૂક્યા છે. તંત્ર દ્વારા વિસ્તારમાં ખોદકામ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. વેરો ચૂકવતા હોવા છતાં શુદ્ધ પાણી ન મળતાં રહીશો પાણીના જગ ખરીદવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિથી નારાજ રહીશો સામાજિક કાર્યકરનાં નેતૃત્વમાં આક્રમક બન્યા છે અને ચીમકી આપી છે કે, જો તંત્ર તાત્કાલિક અસરકારક પગલાં નહિ ભરે તો કોર્પોરેશનની કચેરીએ હલ્લાબોલ કરીશું.