કપડવંજમાં કુબેરજી મહાદેવ રોડ પર વાહનોના ખડકલાથી સમસ્યા
- વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી
- ધાર્મિક સ્થળો, હોસ્પિટલવાળા ધમધમતા રોડ પર ગેરકાયદે દબાણો છતાં હટાવાતા જ નથી
કપડવંજના કુબેરજી મહાદેવ રોડ પર મહાદેવનું મંદિર, મસ્જિદ આવેલું છે. ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. આ રોડ નજીકથી દાણા તરફ જતા રસ્તા પર વાહનોના ખડકલાના લીધે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. રોડ પર ગેરકાયદે લારીઓવાળાના , મોટા મંડપ બાંધી દબાણો કરી દેવાયા છે. રોડ ઉપર હોસ્પિટલો, સોસાયટીઓ પણ હોવાથી વૃદ્ધો, દર્દીઓ સહિત લોકો ટ્રાફિકના કારણે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ક્યારેક છેડતીના બનાવો પણ બનતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પી ડબ્લ્યૂ ડી વિભાગની મીલિભગતના લીધે ગેરકાયદે દબાણો નહીં હટાવાતા હોવાનો પણ આક્ષેપ વાહન ચાલકો સહિત સ્થાનિકો કરી રહ્યા છે. પોલીસ તંત્ર ટ્રાફિકને અડચણરૂપ દબાણો કે વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.